Uttam Ichchhit Santan by Shobhan ( Gujarati )

175.00

  • Page : 152
  • ISBN : 9789383767984
Category:

Description

આપણા ( Uttam Ichchhit Santan by Shobhan Gujarati )પૂર્વજોએ ઉપકારક જ્ઞાન-વિજ્ઞાનનો વારસો આપણને આપેલ છે. જેમાંની કેટલીક બાબતો આજના યુગમાં આપણે ખાસ અજમાવવા જેવી છે. તેમાંની ‘પુંગવન સંસ્કાર’ની બાબત સંતતિનિયમનના અને ઉત્તમ સંતતિના હેતુ માટે ખાસ અપનાવવા જેવી છે.

‘આ ‘પુંસવન સંસ્કાર’નો ઉલ્લેખ અથર્વવેદ, રામાયણ અને મહાભારતમાં પણ મળી આવે છે. છતાં, તેનું વધુમાં વધુ વ્યવસ્થિત અને આધારભૂત જ્ઞાન આયુર્વેદન ગ્રન્થોમાંથી મળી આવે છે. ‘પુંસવન’નો અર્થ થાય છે ‘પુત્રપ્રજા’ મેળવવાની રીત, તેમાં ‘પુત્રી સંતાન’ મેળવવાનો પણ અર્થ છુપાયેલો છે. તે પુત્ર કે પુત્રી સુંદર, સ્વસ્થ, બુદ્ધિશાળી શક્તિશાળી અને દીર્ઘાયુ થાય તે વાતનો પણ તેમાં સમાવેશ થતો હોય છે; કારણ કેત પ્રયોગમાં વપરાતાં ઔષધો જીવનીય, રસાયન, બલ્ય, વૃષ્ય, આરોગ્યપ્રદ, ઉત્સાહકર, આયુષ્યવર્ધક તેમજ સ્મૃતિ, બુદ્ધિ અને મેધાપ્રદ હોવાથી માતા, પિતા અને સંતાન માટે અનેક રીતે હિતાવહ છે.

ચરકસંહિતાના ‘ગર્ભાવક્રાન્તિ’ અધ્યાયમાં સૂત્રાત્મક ભાષા ( Uttam Ichchhit Santan by Shobhan Gujarati ) માં લખાયેલ આ જ્ઞાન આજના અતિ બુદ્ધિશાળી કહી શકાય તેવા ખુરાના જેવા વૈજ્ઞાનિકો માટે પણ સમજવું ગહન ગણાય તેવું ઉચ્ચ કક્ષાનું છે. જેના ઉપર કોઈ ધારે તો પીએચ. ડી. કરી શકે અને પુષ્કળ પુરુષાર્થ કરે તો ‘નોબેલ પુરસ્કાર’ પણ પ્રાપ્ત કરી શકે. છતાં, આશ્ચર્યની વાત તો એ છે કે આ સમજવો-સમજાવવો અઘરો પ્રયોગ કરવામાં એટલે બધો સરળ, નિર્દોષ, સ્વાવલંબી અને સોંઘો છે કે કોઈ પણ કરી શકે !

આ ( Uttam Ichchhit Santan by Shobhan Gujarati Book ) પ્રયોગનો રાષ્ટ્રિય સ્તરે સ્વીકાર કરી પ્રજા સમક્ષ સંતતિ નિયમનના ભાગરૂપે મૂકવામાં આવે તો દેશમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સદ્ગુણનો વધારો થયા વિના ન રહે. રાષ્ટ્રિય અભિયાનરૂપે રજૂ થયેલા આ પ્રયોગનું વિશ્વને પણ પ્રદાન કરી શકાય. વિજ્ઞાનના ક્ષેત્રે આપણે પ્રાયઃ વિશ્વ પાસેથી મેળવતા જ રહ્યા છીએ ત્યારે આ મહાન પ્રયોગનું પ્રદાન કરી શકીએ તો આખી વિશ્વપ્રજાનાં મસ્તક ભારતીય પ્રાચીન વિજ્ઞાન પ્રતિ નમ્યા વિના નહીં રહે.

એક જમાનામાં આપણે ત્યાં આ જ્ઞાન સાવ સહજ હતું. તેના નિષ્ણાત વૈદ્યો હતા. આઠસો વર્ષના ગુલામી કાળમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાને બદલે તેને કચડવાના • પ્રયત્ન ચાલતા હતા ત્યારે પણ ડોશીઓ, દાયણો કે સુયાણીઓએ તેને જાળવી રાખવા પોતાની કક્ષાએ પ્રયત્ન કરેલો.

ઉત્તમ ઇચ્છિત સંતાન ગુજરાતી પુસ્તક દરેક સ્ત્રી એ એકવાર વાંચવા જેવુ છે.

Additional information

Weight 0.250 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Uttam Ichchhit Santan by Shobhan ( Gujarati )”

Your email address will not be published. Required fields are marked *

You may also like…