Description
આ ગુજરાતી પુસ્તકનો ( Tamari Priya by Ekta Nirav Doshi ) ટૂંકમાં પરિચય :
વાર્તાઓ સાથે મારો સંબંધ કેટલો જૂનો છે એ કહેવું જરાક અઘરું છે. જ્યારથી દુનિયા જોવાનું, સાંભળવાનું, સમજવાનું શરૂ કર્યું છે ત્યારથી જ મારી અંદર કોઈ ને કોઈ વાર્તા હંમેશથી ઊગતી રહી છે.
ક્યારેક લાગે છે કે વાર્તાઓ જ મારા માટે જીવન છે, તો ક્યારેક લાગે છે કે જીવન જીવવાની ચાહત છે. ક્યારેક લાગે છે કે મારી અંદરની તમામ પીડાઓથી છુટકારો • પામવાનો રસ્તો છે, તો ક્યારેક લાગે છે કે વાર્તા લખીને હું વણજોઈતી, અજાણી પીડાઓને નોતરું છું.
ક્યારેક લાગે કે વાર્તા મારા માટે એ પાંખો છે, જે પહેરી હું આકાશમાં ઉન્મુક્ત પંખી બની વિચરી શકું છું. ક્યારેક લાગે કે વાર્તાઓ મારા આનંદનું કારણ છે, તો ક્યારેક લાગે કે વાર્તા માટે બસ એક રાહત, સુકૂન છે, બીજું કશું જ નહીં.
હકીકત તો એ છે કે વાર્તા મારા માટે ધ્યાનસમાધિ છે. મારી વાર્તાને તમે પડછાયો કહી શકો છો. મારો, તમારો, આપણા સૌનો અને આપણા સૌનાં સંવેદનોનો પડછાયો. એક એવો પડછાયો જે આપણી અંદરની ભાવનાઓમાં અંધારામાં ક્યાંય લપાઈને બેઠો છે. જો મારી આ વાર્તાઓ વાંચ્યા પછી તમારી અંદર દબાઈને પડેલી ભાવનાઓ થોડુંક બંડ પોકારે, તમને લાગે કે હા, આ મારી વાત છે તો હું મારી કોશિશમાં સફળ થઈ એવું માનીશ. – એકતા નીરવ દોશી
પ્રેમમાં પડેલી સંવેદના માટે તમારે તમારી પ્રિય ગુજરાતી પુસ્તક એકવાર વાંચવા જેવુ છે.
Reviews
There are no reviews yet.