-11%

Happiness Unlimited : Awakening with BRAHMA KUMARIS

Original price was: ₹225.00.Current price is: ₹200.00.

  • Page : 209
  • ISBN : 9789390924257

2 in stock

Description

જગમાં આનંદના અભાવનું મુખ્ય કારણ છે, ( Happiness Unlimited : Awakening with BRAHMA KUMARIS Gujarati Book ) નિર્ભરતા, પ્રસન્નતાનો અર્થ કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નિર્ભર રહેવાનો કે તેને કોઈ જગ્યાએ શોધવાનો નથી. જીવનમાં ડગલે ને પગલે બધું વ્યવસ્થિત કરવાની લ્હાયમાં આપણે પોતાની પ્રસન્નતાને સ્થગિત કરતા જઈએ છીએ.

પ્રસન્નતા ત્યારે જ સંભવી શકે, જયારે આપણે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ક્ષણ તથા પરિસ્થિતિને તેના મૂળ સ્વરૂપે સ્વીકારીએ. આનો અર્થ એ થયો કે આપણે બીજાને આંકવાની તથા પારખવાની ટેવનો ત્યાગ કરવો પડશે. ફરિયાદો તથા દોષારોપણ છોડવું પડશે. બીજાની નિદા, તેને પોતાના તાબા હેઠળ લાવવાની વૃત્તિ તથા સ્પર્ધાભાવ અટકાવવો પડશે.

પ્રસન્નતા કે આનંદનો મુખ્ય અર્થ છે પોતાની જવાબદારી પ્રત્યે જાગ્રત થઈ તેવો સ્વીકાર કરવો. જ્યારે આપણે પવિત્રતા, શાંતિ તથા પ્રેમના ખરા અસ્તિત્વ સાથે જોડાયેલી ભાવનાઓ તથા વિચારોની પસંદગી કરવા માંડીએ ત્યારે બધું જ બદલાવા લાગે છે.

આપણે બીજા પાસે માગવાને બદલે તેને આપવા લાગીએ છીએ. સંગ્રહવૃત્તિને બદલે ત્યાગભાવના વિકસાવીએ છીએ. અપેક્ષાઓને સ્થાને સ્વીકૃતિને આશ્રય આપવા લાગીએ છીએ. ભવિષ્ય તથા ભૂતકાળને છોડીને વર્તમાનમાં જીવવા લાગીએ છીએ. આપણી પાસે પસંદગીનો અવકાશ હોવાથી આપણે સુખ, સંતોષ તથા પરમ આનંદથી ભરપુર જીવન જીવી શકીએ છીએ. પ્રસન્નતા એક નિર્ણય છે.

અવેકનિંગ વિથ બ્રહ્માકુમારીઝ

વૈશ્વિકસ્તરે પ્રસારિત ( Happiness Unlimited Awakening with BRAHMA KUMARIS Gujarati Book ) થતા ટી.વી. ટોક શો ‘અવૈકુનિંગ વિથ બ્રહ્માકુમારી’ સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવી આંતરદષ્ટિ આપવાનો છે કે આપણે એક ચોક્કસ ઢાંચામાં જ શા માટે વિચારીએ છીએ. આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થઈ ચૂક્યો છે. આ કાર્યક્રમે લોકોને માનસિક તણાવ, અવસાદ, વ્યસનો, આત્મસન્માનમાં ઊણપ તથા દુ:ખદાયક સંબંધો સુધારવામાં મદદ કરી છે.

સિસ્ટર શિવાની બ્રહ્માકુમારીઝના ( અસીમ આનંદ તરફ બ્રમાકુમારી ગુજરાતી પુસ્તક ) રાજયોગ ધ્યાનની સાધિકા છે. તેમણે એન્જિનિયરિંગ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેઓ અહંકાર, તણાવ, કોષ તથા ભય જેવા ગહન ભાવોનું વિશ્લેષણ કરી લોકોને તેમના વિચારોની અંગત જવાબદારી લેવા માટે પ્રેરે છે, જેથી લોકો પોતાના માટે એવા જીવનની પસંદગી કરી શકે, જ્યાં સહજ રીતે સ્વીકૃતિ તથા સંતોપ મળી શકે. આધ્યાત્મિકતા ગ્રહણ કરવા માટે તેઓ એક તાર્કિક છતાં સહજ ઉપાય જણાવે છે. આ રીતે સૌ સાથે તથા ઈશ્વર સાથે મધુર સંબંધનો સેતુ સાપે છે.

સુરેશ ઓબેરૉય ( અસીમ આનંદ તરફ બ્રમાકુમારી ગુજરાતી પુસ્તક ) આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ અભિનેતા છે. તેમના નામે ૨૫૦ કરતાં વધારે ફિલ્મો નોંધાયેલી છે. બહુમુખી પ્રતિભા ધરાવતા હોવાના લીધે પોતાના ક્ષેત્રનાં તમામ કિરદારોમાં તેમણે શ્રેષ્ઠતા મેળવી છે. તેમને વ્યાવહારિક જીવનમાં આધ્યાત્મિકતાની શોધ તથા અનુભવોમાં વિશેષ રુચિ છે.

સમગ્ર જગતમાં આધ્યાત્મિકતાના પ્રચાર-પ્રસારની ગહન ઈચ્છા પરાવે છે, કેમ કે તેઓ એવું માને છે કે શરીર છે કે શરીર તથા મનના આરોગ્યનો, સાચા પ્રેમ અને આનંદપ્રાપ્તિનો આ એકમાત્ર રસ્તો છે.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Happiness Unlimited : Awakening with BRAHMA KUMARIS”

Your email address will not be published. Required fields are marked *

You may also like…