ગર્ભાવસ્થા ( Garbhavastha Lagnibhari Sambhal Gujarati) એ જિંદગીનો ખૂબ જ સુંદર પ્રસંગ છે. સરળ અને વિશ્વસનીય માહિતીના અભાવે ઉત્પન્ન થતા અસંગત ભય અથવા કારણ વગરની આશંકાને તોડી પાડવા માટે આ પુસ્તક તમને માર્ગદર્શક નીવડશે.
આ ગર્ભાવસ્થા ગુજરાતી પુસ્તક તમને બાળજન્મ અંગે, વજનમાં વધારો, યોગ્ય આહાર, કસરતો, શ્વાસોશ્વાસની પદ્ધતિ, પ્રસૂતિ વખતની સ્થિતિ અને પ્રસૂતિ બાદ તમારી અને બાળકની સંભાળ અંગેના પ્રશ્નોના જવાબ સવિસ્તારપૂર્વક આપશે. જે વૈજ્ઞાનિક અને વિશ્વસનીય છે. આ પુસ્તકમાં મૂલ્યવાન, સમયની પાર ઉતરેલા અકસીર ઘરગથ્થુ ઉપચારો પણ દર્શાવે છે.
નૂતન પંડિતનું આ પુસ્તક ગર્ભાવસ્થા અને બાળજન્મ પરનો ખરેખર મહાન જ્ઞાનકોશ છે અને માતા બનવા જઈ રહેલી સ્ત્રી માટે અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે. – ફેમિના
આ પ્રથમ ( Garbhavastha Lagnibhari Sambhal Gujarati Book ) ગર્ભાવસ્થા ગુજરાતી પુસ્તક માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. તમારે શેની અપેક્ષા રાખવી તેની માનસિક તૈયારી આ પુસ્તક કરાવે છે.
નૂતન પંડિત ગર્ભાવસ્થાના સંદર્ભમાં અજ્ઞાન અને ભયની બામક દલીલોને તોડવામાં મદદ કરતી અને ખહેલ કરનારી સ્ત્રીઓમાંનાં એક છે.
– ધી હિન્દુ
સદીઓના અસ્તિત્વથી આપણે એક સત્ય પામી શક્યા છીએ. પીડા કરતાં પીડાનો વિચાર વધુ દુઃખ આપે છે.
નૂતન પંડિતે સમાજશાસ્ત્ર વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું છે ત્યાર બાદ તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું. જુદા જુદા મૅગેઝિનમાં પત્રકાર તરીકે કામ કર્યું. જ્યારે શ્વાસોશ્વાસના અભ્યાસથી તેમની બાળજન્મની પ્રક્રિયા સહેલાઈથી પૂર્ણ થઈ ત્યારે તેઓ તેમાં વિશ્વાસ મૂકતા થયા.
તેમણે ૧૯૭૮માં કુદરતી બાળજન્મના વર્ગો લેવાનું શરૂ કર્યું. તેમણે રાષ્ટ્રીય બાળજન્મ ટ્રસ્ટની મુલાકાત લીધી અને તેમના વર્ગો અને વર્કશોપમાં હાજરી આપી. તેઓએ ફ્રાન્સ, પીથીવર્સમાં આવેલા ડૉ. મીચેલ ઓડેન્ટના યુનિટની પણ મુલાકાત લીધી. જે બાળજન્મ માટેની વિવિધ બિનપરંપરાગત પદ્ધતિઓ માટે જાણીતું છે. પંડિતે વિવિધ નર્સિંગ હોમમાં અને ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીમાં વર્ગો લીધા.
Additional information
Weight
0.300 kg
Dimensions
12 × 1 × 5 cm
Reviews
There are no reviews yet.
Be the first to review “Garbhavastha Lagnibhari Sambhal (Gujarati)” Cancel reply
Reviews
There are no reviews yet.