DR Bhimrav Ambedkar : Bandharan na Ghadvaiya

70.00

  • Page : 112
  • ડો ભીમરાવ આંબેડકર ગુજરાતી પુસ્તક
  • DR Bhimrav Ambedkar : Bandharan na Ghadvaiya

253 in stock

Category:

Description

DR Bhimrav Ambedkar : Bandharan na Ghadvaiya Gujarati Book Review

૧૮૯૧ની ૧૪મી એપ્રિલનો સૂરજ સોનેરી કિરણો પાથરી રહ્યો. ઈંદોરની મહૂ છાવણીને સૂરજનાં કિરણો ઓવારણા લઈ રહ્યાં. આજે માતેશ્વરી ભીમાબાઈએ એક પુત્રરત્નને જન્મ આપ્યો હતો. એ હતા જગવિખ્યાત બાબાસાહેબ. ભીમાબાઈના ચૌદમા પુત્રરત્નરૂપે જન્મેલા બાબાસાહેબને ( ડો ભીમરાવ આંબેડકર ગુજરાતી પુસ્તક ) ભીમાબાઈના નામ પરથી ભીમરાવ નામ મળ્યું. પિતાના નામ સહિત નામ લેવાના રિવાજ મુજબ ભીમરાવ નામની સાથે રામજી પણ જોડવામાં આવ્યું.

મધ્યભારતમાં ‘આંબવડે’ નામના સ્થળના તેઓ રહેવાસી. પિતૃભૂમિની સ્મૃતિ સ્વરૂપ આંબેડકર નામ પણ એ જ રીતે વણાઈ ગયું. વિશ્વની સૌથી મહાન અને વિરાટ કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી (પીએચ.ડી. ડૉક્ટર ઓફ ફિલોસોફી) તેમને પ્રાપ્ત થઈ. આ તબક્કે પહોંચવામાં ભીમાબાઈના ચૌદમા પુત્રને ખૂબ સંઘર્ષભર્યો પંથ કંડારવો પડ્યો. આ ગ્રંથના ચરિત્ર નાયકનું નામ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર તરીકે જગવિખ્યાત થયું.

ભીમરાવ તેમના પિતાના ચૌદમા બાળક હતા. રામજીરાવનાં નવ સંતાનો અવસાન પામ્યાં હતાં. ચૌદમાંથી પાંચ સંતાનો બચ્યાં હતાં. રામજીરાવનાં આ પાંચ સંતાનોમાં ત્રણ દીકરા અને બે દીકરીઓ. બે પુત્રોનાં નામ બાલારામ અને આનંદરાવ. વચેટ બે પુત્રીઓનાં નામ મંજુલા અને તુલસી. સૌથી નાના પુત્રનું નામ ભીમરાવ. ભીમરાવ દેખાવે સુંદર હતા. એવા રૂપાળા કે સૌને વહાલા લાગેઅને એટલે જ ભીમરાવ સૌને પ્રિય હતા.

ભીમરાવ ( ડો ભીમરાવ આંબેડકર ગુજરાતી પુસ્તક ) જે સમયે જગ સ વખતે તેમના પિતા લશ્કરમાં તનતોડ મહેનત કરી ખરા મન અ ખેતથી પોતાની નિષ્ઠાપૂર્વકની સેવા બજાવતા. ૧૮૯૪માં તેમના પિતા બેકરીમાંથી સેવા નિવૃત્ત થયા. સતત કાર્યરત રહેનારા એક ક્ષણ પણ નિરાંતે નહીં બેસનારા ભીમરાવના પિતાને ઘેર બેસવું પડ્યું. ફરજ છોડા વખતે આંખો ભીંજાઈ ગયેલી. હૃદયમાં અકથ્ય દુ:ખની લાગણી જન્મ હતી.

ભીમરાવના ( DR Bhimrav Ambedkar : Bandharan na Ghadvaiya Gujarati Book ) પિતાને ઘરે બેઠા રૂપિયા ૫૦નું પેન્શન મળવું શરૂ થયું. સમય વીતતો ગયો ને એક દિવસ તેઓ દાપોલી ચાલ્યા ગયા. દાપોલી એક સુંદર ગામ હતું. ત્યાં જઈને રહેવાનું શરૂ કર્યું. ૫૦ રૂપિયામાં ઘરનો ભાર વહન કરવાનો હતો. રૂપિયા ૫૦માં ઘરનો નિભાવ કઈ રીતે થઈ શકે? રૂપિયા ૫૦માં શું આવે અને શું ન આવે ?

ભીમરાવના પિતા ચિંતામાં મુકાયા. જીવન જીવવું કઠિન લાગ્યું. એમણે નોકરી માટે શોધ આરંભી. ભીમરાવના પિતાની શુભનિષ્ઠાભરી મહેનતનાં ફળસ્વરૂપે તેમને સતારામાં નોકરી મળી. પી. ડબલ્યુ. ડી.માં સ્ટોરકીપરની જગ્યા મળી. શાંતિભર્યા જીવનનો જાણે ઉદય થયો. આશાનું કિરણ ફૂટયું ભીમાબાઈ આનંદવિભોર બની ગયાં. વધુ માટે વાંચો આ ગુજરાતી પુસ્તક….

Additional information

Weight 0.100 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “DR Bhimrav Ambedkar : Bandharan na Ghadvaiya”

Your email address will not be published. Required fields are marked *

You may also like…