-10%

DR Bhimrao Ambedkar Sarvottam Pravachano

Original price was: ₹299.00.Current price is: ₹270.00.

  • Page : 182
  • ISBN : 9789366573809
  • Sankalan : Dr. Nathalal Gohil

1 in stock

Description

ડો. નાથાલાલ ગોહિલ ( DR Bhimrao Ambedkar Sarvottam Pravachano Gujarati Book ) જેવા સમર્થ સાહિત્યકારનું આ પુસ્તક એ રીતે પણ મહત્ત્વપૂર્ણ છે કે. ડૉ. બાબાસાહેબના શબ્દસહ પ્રવચનોના સંગ્રહો તો અનેક છે. કિન્તુ કોઈ સંવેદનશીલ આંબેડકરીપ્રેમી જવારે આ પ્રવચનોમાંથી પસાર થાય છે, ત્યારે એના મનમાં જે ભાવો અને વલયો સર્જાય છે, તે પણ આ પ્રવચનો સાથે શાબ્દિક અભિવ્યક્તિરૂપે અહીં સ્થાન પામ્યા છે.

બાબાસાહેબ પ્રતિનો અંતરનો ભાવ-અહોભાવ પણ છલકતો જોઈ શકાય છે. તેઓ વાચકોને એવી પ્રતીતિ કરાવવામાં સફળ રહ્યા છે કે ખરા આંબેડકરના દર્શન, તેમના પ્રવચનોમાંથી પસાર થઈને પણ થઈ શકે છે. ડૉ. આંબેડકરના વિવિધ પ્રવચનોના સ્થળ, કાળ, સમયની તવારિખી હકીકતોની સાથે, એ સમયના સંજોગો – પરિસ્થિતિથી પણ વાચકોને તેઓ વાકેફ કરે છે, જે ડૉ. આંબેડકરને તેમણે પૂર્ણપણે વાંચ્યા – આરાધ્યા હોવાથી આપણને પ્રતીતિ કરાવે છે.

આમ છતાં કહેવું જોઈએ કે આંબેડકર વિરોધીઓને કરારા રોષ કે આકોશ સાથે ઠપકો આપવાનો હોય ત્યાં કે નાથાલાલની ભાષા ( ડો ભીમરાવ આંબેડકર સર્વોત્તમ પ્રવચનો ગુજરાતી પુસ્તક ) તેની મૃદુતા છોડતી નથી ! રોષ કે આક્રોશને તેઓ ગાળી-ચાળીને સંયમ માત્રામાં રજૂ કરે છે! એક પ્રતિબદ્ધ દલિત કવિ કે લેખક એવા આક્રોશની આપણી અપેક્ષા અહીં ફળતી નથી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સર્જાતા રહેતા વિપુલ સાહિત્યમાં એમના વધુ એક ડો ભીમરાવ આંબેડકર સર્વોત્તમ પ્રવચનો ગુજરાતી પુસ્તક દ્વારા બાબાસાહેબના મહત્ત્વપૂર્ણ પ્રવચનોને નવી રીતે – નવી ભાતે બહોળા વાચક વર્ગ સુધી લઈ આવવા બદલ ડૉ.નાથાલાલ ગોહિલને અભિનંદન અને પુસ્તકને ઉમળકાથી આવકાર. – નટુભાઇ પરમાર પત્રકાર અને લેખક

Additional information

Weight 0.220 kg
Dimensions 12 × 5 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “DR Bhimrao Ambedkar Sarvottam Pravachano”

Your email address will not be published. Required fields are marked *

You may also like…