Gujarat no Sanskrutik Varso By Rajni Vyas એક યાત્રા – એક અનુભૂતિ – એક પ્રાપ્તિ
લગભગ દસેક વર્ષ પહેલાં દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાની મુલાકાત લેવાનો સૌપ્રથમ યોગ થયો. ત્યાર બાદ દર વર્ષે ભરાતા એ મેળા ફરી ફરી બેત્રણ વાર જોયા અને માણ્યા. વિવિષે વિષયનાં વિવિધ રૂપરંગે સજાવેલાં પુસ્તકોનો દાય વર્ષો કરતાં, રંગબેરંગી પુષ્પોથી મહેકતા બગીચામાં રવા જેટલો આનંદ મળશે તેમાં ઊંડી ઊંડીને મને એક પ્રકારના સંય પર આવીને બેસતું તે સર્વસંગ્રહ એન્સાયક્લોપીડિયા. પરદેશમાં પ્રકાશિત વિવિધરંગી રૂપકડા – બેનડ સર્વસંગ્રહો લો ત્યારથી જ ચિત્તમાં આવા પ્રકારનું એક કામ કરવાની ઇચ્છાએ પર કર્યું હતું તેના સુંરૂપે આ પુસ્તક.
આ Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પુસ્તક માટે સવાસોથી પણ વધુ ગ્રંથો તપાસમા – જોવા પડ્યા છે. તો ઘણી વાર નાનકડી માહિતી માટે બંધ આખું પુસ્તક પણ કરવો પડ્યો છે. કહેવતો કે ચોક્કસ વિગતો મેળવવી કેટલીકર છે તેનો અનુભવ તો થયો જટકો માં વિનિયોની તસવીરો મેળવવામાં તો પગે પાણી ઊતાં. રૂબરૂ મુલાકાતો, ટેલિફોન, ભલામણો, પત્રવ્યવહાર, સંબંધ-સાંકળોના સંપર્કો એવી સપળી રીતોની અજમાયશ કરવી પડી છે ને તેમાં ઉષ્માભર્યો સહકાર તેમ જ નિરાશા બંનેનો અનુભવ થયો છે. પાિમે કેટલી સામગ્રી મળી તો વળી કેટલીક વ્યક્તિઓ કે તેમના વારસદારોની ઉદાસીનતાને કારણે કેટલાક મહાનુભાવોનો સમાવેશ કરી નથી શકાયો, પણ એકંદર કાર્ય ઉત્સાહપ્રેરક અને આનંદપ્રેરક રહ્યું છે.
આ ગ્રંથની પૃષ્ઠમર્યાદાને કારણે મારી તેમ જ આ કાર્યમાં સલાહસૂચન આપનારા મિત્રોની ઇચ્છા અનુસાર કેટલીય વિગતો અને વ્યક્તિઓને સમાવી શકાઈ નથી. આવા કામમાં – આવી પસંદગીમાં મતમતાંતરો તો રહેવાનાં જ. આમ છતાં છેલ્લે મને “ નિષ્ઠાપૂર્વક જે કાંઈ ઉચિત લાગ્યું તે મુજબ મેં નિર્ણય લીધા છે. કોઈ પણ કારણે, જેમની ગેરહાજરીથી આ ગ્રંથની અધૂરપ હ હોય તે સૌની આદરપૂર્વક ક્ષમાયાચના. આ જ બાબત અન્ય ક્ષેત્રોની પસંદગીમાં પણ આ છે, જેમ કે, સ્થળો, લોકળા જાતિપરિચયો વગેરેમાં પણ પૃષ્ઠમર્યાદાને કારણે કેટલુંક જતું કરવું પડ્યું છે. આખાય ગ્રુપની કામગીરીનું પૂર્ણવિરામ મૂક્યાના તબક્ક સુધી – ‘આ રહી ગયું, પેલું આ ગયું’ – તેવો અફસોસનો રંજ સતત રહ્યો છે.
આ Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પુસ્તકના લેખનવિભાગનું મેં જે તે વિષયના નિષ્ણાતો પાસે શક્ય તેટલું પરામર્શન કરાવ્યું છે. ઇતિહાસ વિભાગને મુ શ્રી હરિપ્રસાદ ગં. શાસ્ત્રીના પરામર્શનનો લાભ મળ્યો છે તો સજીવસૃષ્ટિ વિભાગ પર પ્રકૃતિવિદ શ્રી રૂબિન ડેવિડ સાહેબે નજર ફેરવી આપી છે. મારા મિત્ર વિનોદ અધ્વર્યુએ ખૂબ પ્રવાસો કર્યા છે. તેમણે દર્શનીય સ્થળોના વિભાગનું પરામર્શન કરી આપ્યું છે. એટલું જ નહીં, પણ સમગ્ર Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પુસ્તક સાથેત તેઓ જોઈ ગયા છે અને ઉપયોગી સૂચનો પણ કર્યાં છે.
છેલ્લાં પાંચેક વર્ષથી મારું આ કાર્ય – નિષ્ઠાભર્યો સંસ્કારપ્રવાસ બની રહ્યો છે. આ પ્રવાસ-યાત્રા દરમ્યાન અતીતમાં સ્મૃતિય થયેલાં ઋષિકુળો અને ભગવાન શ્રીકૃષ્ણથી માંડીને આજદિન સુધી સેંકડો વર્ષમાં થઈ ગયેલા અનેક મહાનુભાવોના ગુણાનુરાગી બનવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. આ Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પુસ્તક નિમિત્તે અનેક સ્થળોનો સદેહે અને મનસા પ્રવાસ કરતાં આપણી ધર્મભાવના અને ઇતિહાસના ગૌરવ અને સમૃદ્ધિની મેં ઝાંખી કરી છે. નગરો અને કિલ્લાઓ, મંદિરો અને મહાલયોના પાષાણોમાં મેં અતીતના બકાર સાંભળ્યા છે. ઉપરાંત વૈવિધ્યભર્યા લોકજીવનની રસલહાણ મેં માણી છે.
મારા આ મહત્ત્વાકાંક્ષી સર્જનથી હું અંતરેચ્છાની એક પતૃિપ્તિ અનુભવું છું, તો સાથે સાથે ચિત્તમાં, હજારો દિવસોથી જે કાંઈ સતત રમમાણ હતું તેનો ખાલીપો પણ અનુભવું છું, મારો એ ખાલીપો ગુજરાતની પ્રજાના ઉમળકાભર્યા આવકારથી ભરાઈ જશે એવી શ્રદ્ધા છે.
અધતન માહિતી સાથે છઠ્ઠી આવૃત્તિ : 2022
ઇ. ૨૦૧૩માં જયારે આ પુસ્તક Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પ્રગટ કર્યું ત્યારે ગુજરાત વિશે જિજ્ઞાસા ધરાવતા ગુજરાતપ્રેમીઓને નજર સમક્ષ રાખવાનો ઉપક્રમ હતો. ત્યારે ખ્યાલ જ નહોતો કે ગુજરાતમાં લેવાતી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે. એટલે તેની ૨૦૧૫માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ રાજયક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી ઉમેરીને પ્રગટ કરી હતી. માત્ર ચાર વર્ષમાં આ પુસ્તકની ત્રીજી અને ચોથી આવૃત્તિ થઈ હતી. હવે પાંચમી આવૃત્તિ વખતે આ Gujarat no Sanskrutik Varso By Rajni Vyas પુસ્તકમાં ડિસેમ્બર-૨૦૨૧ સુધીની લેટેસ્ટ માહિતી આવરી લેવાનો પ્રયત્ન છે. આવું અદ્યતન-સચિત્ર પુસ્તક બજારમાં પ્રાપ્ય નથી. આ પુસ્તકો વાચકોનો ઉમળકાભર્યો આવકાર તેની ઉપયોગિતા સૂચવે છે.
– રજની વ્યાસ
Reviews
There are no reviews yet.