Bhartiya Bandharannu Adhisthan

200.00

  • Page : 150
  • Hard Cover
  • ISBN : 9789351981909
  • Navbharat Sahitya Mandir

1 in stock

Description

ભારતીય બંધારણ અધિષ્ઠાન પુસ્તક એટલે સમતા એટલે જ સર્વ બાબતોમાં સમાન રૂપતા ન હોય. ભારતીય સમાજ રચવાનો આધાર વિષમતા જ હોવાથી આ દેશમાં સમતા’ નહોતી અને સમાન તક પણ નહોતી. કેટલાક વર્ગોને તો કોઈ જ તક મળતી નહોતી અને સમાનતાનું મૂળતત્વ એ છે કે, સમ સમાન લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે અને સમાન તક મળે એટલે સમતા. અસમાન લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે એટલે જ તો વિષમતા કહેવાય.

તેથી જ તો સાચી સમતા નિર્માણ કરવા માટે સ્ત્રીઓ, બાળકો, સમાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછા વર્ગોની ઉન્નતિ માટે અથવા અનુસૂચિત જાતિ-જનજાતિ માટે વિશેષ જોગવાઈ કરવાની સગવડ રાજ્ય બંધારણમાં કરવાની ફરજ પડી. સમાજના પછાત અગર દુર્બળ ઘટકોને વધુ સગવડો આપીને બીજા ઉન્નત વર્ગોની સરખામણીએ તેમની સમાન લાવી મૂકવા સારુ એ જોગવાઈઓ જરૂરી હતી. અન્યથા સાચી સમતા પ્રસ્થાપિત ન થાય અને બંધારણમાંનું સમતાનું તત્વ અમાનવીય ઠર્યું હોત, અને તેમાં સમાન તક વિનાની માત્ર શબ્દમાં સમતા રહી હોત.

‘આ જોગવાઈઓ હજુ કેટલાં વરસો સુધી રહેશે?’ એવો પ્રશ્ન પૂછનાર બુદ્ધિશાળી લોકો તેમના પોતાના મનમાં ઘર કરી ગયેલી અસ્પૃશ્ય ભાવના – જાતિભેદ આધારિત બા-નસિકતા અને પછાત વર્ગોનું પછાતપણું અને દુબળ ઘટકોની દુર્બળતા હજુ કેટલા દિવસો સુધી એમનેમ રહેશે . એવો પ્રશ્ન ક્યારેય પૂછતા નથી.

પછાપતપણું, જાતિભેદ ઉપર આધારિત ઉચ્ચનીચની ભાવનાને જાળવી રાખીને માત્ર પછાત વર્ગોને અપાતી સગવડોની જોગવાઈ બાબતે ટીકા કરવી એ પ્રસ્થાપિત વર્ગને શોભતું નથી. અર્થાત્, આ સગવડો અથવા તો વિશેષ જોગવાઈઓ પછાતપણું અગર દુર્બળતાને કાયમ માટે જાળવી રાખીને તે માત્ર મલમપટ્ટારૂપ વજલેપ બને તે માટે નથી જ.

Bhartiya Bandharannu Adhisthan Gujarati Book પુસ્તકમાં પરંતુ ખરેખર તો આ વર્ગોની દુર્બળતા ને પછાપતપણું ને આ સગવડો અને જોગવાઈઓને કારણે નષ્ટ થાય અને આ વર્ગોના લોકો સુધ્ધાં સામાન્ય પ્રવાહમાં સામેલ થઈને અંતતઃ સર્વે વર્ગો માટે સમાન એવી સમતા પ્રસ્થાપિત થાય એવો તેની પાછળ ઉદ્દેશ સમાયેલો છે, જ ન રહે તેવી પરિસ્થિતિ જેને લઈને તેમને તેમની જરૂરિયાત સર્જાય એવો ઉદ્દેશ રહેલો છે.

Bhartiya Bandharannu Adhisthan તે માટે પ્રગત સમાજે એ બધી વિશેષ સગવડો કે જોગવાઈઓની જરૂર જ ન રહે, એવી સમાજરચના પ્રસ્થાપિત કરવા સારુ સઘન કોશિશ કરવી જોઈએ. આ બાબતે લોકોનું હૃદય – પરિવર્તન થાય એવી આની પાછળની ભૂમિકા રહી છે.

You may also like…