Reindeers Anil Chavda

159.00

  • Page : 152
  • ISBN : 9789386669209
  • Navbharat Sahitya Mandir

1 in stock

Description

રેન્ડીયર્સ ( Reindeers ) પુસ્તક એટલે દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું ઍન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂaત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડડિસ્કમાં સેવ રહે છે.

આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઈમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ Reindeers ની છે. આ અળવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી શકતાં નથી. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ ( Reindeers ) નવલકથા વાંચવી જ રહી.

આ રેન્ડીયર્સ ગુજરાતી પુસ્તક ( reindeers book ) એવા તમામ બારકસ મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં હોય. આ માત્ર એક ani chavda book નથી, સ્કૂલના દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Reindeers Anil Chavda”

Your email address will not be published. Required fields are marked *

You may also like…