Jivan Mrutyu Osho Gujarati Book
₹175.00
શ્રદ્ધા ( Jivan Mrutyu Osho Gujarati Book ) પણ મૃત્યુ છે. એ પણ પ્રેમનું એક રૂપ છે. આ મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઈએ છીએ. પરંતુ પ્રેમ તો આજે જ, આ ક્ષણે પણ બની શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ. ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ છીએ, જે લોકો ધ્યાનમાં ઊંડા ઊતરી જાય છે તેમને મૃત્યુનો ભય રહેતો નથી.
માત્ર ધ્યાનમગ્ન લોકો જ મૃત્યુની બહાર રહી જાય છે, જેમ પ્રેમી બહાર રહી જાય છે. એટલા માટે નહીં કે ધ્યાન દ્વારા મૃત્યુ ઉપર વિજય મેળવી લેવાય છે, એટલા માટે નહીં કે પ્રેમ દ્વારા મૃત્યુ ઉપર વિજય થઈ જાય છે. પરંતુ એટલા માટે કે જે પ્રેમમાં મરી શકે છે, જે પ્રેમમાં મૃત્યુ પામીને જોઈ લે છે કે જે મરે છે તે ‘હું’ નથી.
ધ્યાનમાં મૃત્યુ પામનાર એ જોઈ શકે છે, એ જાણી લે છે કે જે મૃત્યુ પામે છે તે મારી પરિઘિ છે, મારું આવરણ છે. બાહ્ય રૂપ છે એ ‘હું’ નથી.‘મૃત્યુ પાસેથી પસાર થનાર, મૃત્યુમાંથી નીકળનાર એ જાણી લે છે કે ‘મારી અંદર કોઈ અમૃત પણ છે, આ અમૃતના અનુભવથી, જ્ઞાનથી મૃત્યુ અટકતું નથી.
જીવન મૃત્યુ ઓશો ગુજરાતી પુસ્તક તો આવવાનું જ છે. મહાવીરનું, કૃષ્ણનું અને બુદ્ધનું મૃત્યુ તો થયું જ, પરંતુ એ ‘મૃત્યુ’ માત્ર બીજાઓને માટે ગણાશે. બીજાઓ તેને મૃત્યુ કહેશે. બીજાઓ કહેશે કે મહાવીરનું મૃત્યુ થયું અને મહાવીર જાણતા હશે કે તેઓ મૃત્યુ પામી રહ્યા નથી. ભીતર કોઈ મૃત્યુ થતું નથી. ત્યારે મૃત્યુ બહારની ઘટના બની જાય છે, પોતાને પણ, આવો અનુભવ ન થાય તો જિંદગી વ્યર્થ બની છે.
– ઓશો
- Page : 160
- ISBN : 9789388882668
3 in stock
You may also like…
-
- -10%
- Gujarati Books, Osho Gujarati Books, R R Sheth, Self help Books
Jivan Ek Utsav Osho Gujarati Book
- Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.
- Add to cart
-
- -10%
- Gujarati Books, Osho Gujarati Books, R R Sheth, Self help Books
Satya Shu Chhe Osho Gujarati Book
- Original price was: ₹199.00.₹180.00Current price is: ₹180.00.
- Add to cart
Reviews
There are no reviews yet.