વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચકીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ ( Jindagi Jeevo Birbal Buddhi Thi Gujarati ) ની આ કથાઓમાં જે મૅનેજમૅન્ટનું ડહાપણ અને સમસ્યા ઉકેલના જે નિયમો દર્શાવવામાં આવ્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે.
અહીં દરેક કથાના અંતે એક મૅનેજમૅન્ટ મંત્ર અપાયો છે, જે આખી કથાનો નિચોડ છે. આ મંત્ર બીરબલને ઍડવર્ડ દ બોનોની (૧૬મી સદીના તત્ત્વવેત્તા) કક્ષાએ મૂકી દે છે. આ બધી જ કથાઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. પહેલાં ભાગમાં સમસ્યાના દર્શાવવામાં આવી છે અને બીજા ભાગમાં બીરબલનો ઉકેલ આપવામાં આવ્યો છે.
વાચકોને સૂચન છે કે ઉકેલ વાંચતા પહેલાં તમે પણ તમારી રીતે સમસ્યાના ઉકેલ માટે વિચાર કરજો. કદાચ તમે એક કે બે ઉકેલ શોધી પણ શકો. તે પછી જ બીરબલના ઉકેલને વાંચજો. આમ કરવાથી તમારી સર્જનાત્મકતાને ધાર મળશે.
“જિંદગી જીવો બીરબલ બુદ્ધી થી” ( Jindagi Jeevo Birbal Buddhi Thi Gujarati ) એક સમજદાર પુસ્તક છે જે શાણપણ અને બુદ્ધિનું મિશ્રણ કરે છે, જે સુપ્રસિદ્ધ બીરબલ દ્વારા પ્રેરિત છે. તે ચતુરાઈ અને બુદ્ધિમત્તા સાથે પડકારોનો સામનો કરવા માટે વ્યવહારુ જીવન પાઠ અને વ્યૂહરચના આપે છે. યુવા ઉપનિષદ દ્વારા આ આકર્ષક માર્ગદર્શિકા તીક્ષ્ણ મન અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જીવનની જટિલતાઓને નેવિગેટ કરવા માંગતા વાચકો માટે યોગ્ય છે.
Additional information
Weight
0.350 kg
Dimensions
12 × 1 × 4 cm
Reviews
There are no reviews yet.
Be the first to review “Jindagi Jeevo Birbal Buddhi Thi Gujarati” Cancel reply
Reviews
There are no reviews yet.