ભારતના મહાન સપૂત બાબાસાહેબ ( Dr Bhimrao Ambedkar Gujarati ) ના પ્રારંભિક જીવનની મર્મસ્પર્શી વેદનાઓ આખરે સંપૂર્ણ ભારત વર્ષ માટે વરદાન સાબિત થઈ. બાળપણમાંથી જ સામાજિક કુવ્યવસ્થાઓથી કુંઠિત થઈને તથાકથિત અછૂતોને ન્યાય અપાવવા માટે દૃઢસંકલ્પ ભીમરાવ જ્યારે ઉચ્ચ શિક્ષા મેળવવાની શોધમાં મુંબઈ શહેર પહોંચ્યા, તો એક દુકાનદારથી મહાર જાતિના હોવાની વાત વતલાવી દીધી.
જેવી જ દુકાનદારને જાણ થઈ કે સતપાલ જાતિનો મહાર છે, તો એણે સતપાલને ખરાબ રીતે ગુસ્સો કરીને એ પ્રકારે ભગાવ્યો કે તે કીચડમાં જઈ પડયો. પરંતુ તે બાળક એક વખત જે સંભાળીને ઊભો થયો તો પોતાના કર્તવ્યો દ્વારા સંપૂર્ણ ભારતને અનુગૃહિત કર્યું. પછી એ જ મહાર સતપાલ ‘બાબા સાહેબ ભીમરાવ આંબેડકર’ના રૂપમાં ભારતીય સંવિધાનના નિર્માણમાં માર્ગદર્શક બન્યા.
આજે આપણો રાષ્ટ્ર ઘણી વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સાંપ્રદાયિક્તા તેમજ જાતીય ભેદ-ભાવના અસંખ્ય નાસૂર રાષ્ટ્રના શરીરને સતત ખોખલું કરીને હિંસા તેમજ અત્યાચારોનો ઘોર અંધકાર ચારે તરફ ફેલાવી રહ્યાં છે.
એવામાં આપણને કોઈ એવી મશાલની જરૂર છે. જે આ બધા નિમ્ન સ્વાર્થોથી ઉપર ઉઠીને બિન સાંપ્રદાયિક્તા તેમજ ભાઈચારાની પવિત્ર અગ્નિથી પ્રજવલિત થાય, અથવા પછી જરૂર છે એ સૂર્યની જે ક્યારેય અસ્ત ન થાય. દિવસ હોય કે રાત- વસુધૈવ કુટુમ્બકમનો પ્રકાશ તેઓ સતત વરસાવતા રહે. જેના તાપથી આપણાં રાષ્ટ્રના શરીરથી સાંપ્રદાયિક્તાવાદી નાસૂર સમૂળગા નષ્ટ થઈ જાય.
આજે આપણે ચારે તરફ પોતાના ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં નજર નાંખીએ તો આપણને એક અને ફક્ત એક જ નામ દેખાશે. નિઃસંદેહ એ યુગ પુરુષ બાબા ભીમરાવજી આંબેડકરનું જ નામ હશે અને ભલું હોય પણ કેમ નહીં. એમનું સંપૂર્ણ જીવન અલગાવવાદી તેમજ છૂઆ-છૂતવાદી તાકાતો વિરૂધ્ધ લડતા અને ઝઝૂમતા વીત્યું હતું.
બાબાસાહેબ ગુજરાતી પુસ્તકમાં એમનો જન્મ એ કાળમાં થયો, જે કાળમાં આપણો રાષ્ટ્ર સ્વતંત્રતાની ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે છટપટાઈ રહ્યો હતો. એમના જન્મથી પહેલાં મહર્ષિ દયાનંદ આર્ય સમાજની સ્થળના ઉપરાંત નિર્વાણને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. એમની સંસ્થા સમાજ સુધાર શિક્ષા તેમજ ખાસ કરીને હરિજનોના ઉધ્ધારમાં કાર્યરત હતી.
તે જ વખતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ પણ થઈ ચુક્યો હતો. એ સમયે કોંગ્રેસ જો કે સ્વતંત્રતા પ્રત્યે પૂર્ણ રૂપથી સંઘર્ષ ન કરતી હતી. હા, સુધાર અને શિક્ષાની દિશામાં તે અવશ્ય જ કાર્ય કરી રહી હતી.
આ ગુજરાતી પુસ્તક ( Dr. Bhimrao Ambedkar Gujarati book ) ની કિશોરાવસ્થા મુંબઈના ખુલ્લાં વાતાવરણમાં વીતી અને એ સમય સુધી તિલક વગેરે રાષ્ટ્રીય મહાપુરુષ સ્વતંત્રતા આંદોલન માટે પ્રાણ વચનથી જોડાઈ ગયા હતા. અહીં ડૉ.આંબેડકર જેઓ ત્યાં સુધી ફક્ત ભીમરાવ આંબેડકર જ હતા, બાબાસાહેબ પોતાના અભ્યાસમાં રચ્યા રહેતા હતા, શિક્ષાના કુરુક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષા માટે સંઘર્ષ કરતાં હતા.
Reviews
There are no reviews yet.