ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક , ( Dhandho Nano Chhe Pan Potano Chhe Gujarati book By Kuldipsingh Kaler ) પણ સાંભળ્યું છે, કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે
ધંધો નાનો છે પણ પોતાનો છે… ( Dhandho Nano Chhe Pan Potano Chhe Kuldipsingh Kaler )
બધાને આત્મનિર્ભર થવું છે, પણ થઈ શકતા નથી. મનમાં હજારો સવા છે જેના જવાબ મળતા નથી. જાતભાતના ભય છે. કેવી રીતે કરીશું. ફાટેલા ખિસ્સામાં નાનકડી મૂડી છે. જો એ વાપરીને સફળ ન થયા તો શું કરીશું?! હિંમત ભેગી કરી શકતા નથી. આ વાત એ લોકોની નથી જેમની પાસે લખણ રૂપિયા છે. આ વાત એ લોકોની પણ નથી, જેઓ પૂરતું ભણ્યા છે. આ હત તો એ લોકોની છે જેમની પાસે ન રૂપિયા છે ન પૂરતું ભણતર, ન ધંધાનો અનુભવ, છે તો બસ જીવનમાં ઊંચા આવવાની તીવ્ર તમન્ના…
કાલે નોકરી જતી રહી તો શું કરીશ એ ભય સાથે દરરોજ નોકરીએ જતો એક ખૂબ મોટો વર્ગ છે, આ વર્ગને નોકરીની જાળમાંથી આઝાદ જ છે, પણ સાહસ ભેગું કરવામાં અસમર્થ છે. ફિક્સ પગારનો આંકડો માછલીન મોઢામાં ફસાયેલા કાંટાની જેમ આંકડો કરોડો લોકોના ગળામાં ફસાઈ આ છે. મિત્રો, ચિંતા શું કરવી, આપણે શિકારીની જાળ લઈને ઊડી જઈશું તને બસ, મન મક્કમ રાખજો.
નોકરી છૂટી ગઈ નહીં, નોકરી છોડી દીધી.
નોકરી મળતી નથી નહીં, નોકરી કરવી જ નથી.
લોકો લારીથી પણ લાખો કમાય છે.
તું નાના પાયે શરૂઆત તો કર, નસીબ અજમાવવામાં તારું શું જાય છે?
આ પુસ્તક ( Dhandho Nano Chhe Pan Potano Chhe ) એ લોકો માટે છે જેમની પાસે રૂપિયા ભલે નથી, પણ હિંમત અને સાહસ પૂરતાં છે. બસ, થોડા માર્ગદર્શનની એમને ઝંખના છે. બસ, કોઈ આંગળી ચીંધીને બતાવી દે કે સૂરજ આ દિશામાં ઊગવાનો છે. આ લોકો ઘેલો બાંધીને તૈયાર બેઠા છે. મરજીવાની જેમ ડૂબકી લગાવવા બેતાબ.
પોતાનો નાનકડો ધંધો સ્થાપી જીવનમાં સફળ થવા ઇચ્છતાં મારાં ગુજરાતી ભાઈ-બહેનો માટે જુદાં જુદાં શહેરોમાં ફરીને મેં નાના-મોટા ઉદ્યમ થકી સફળતાની સફર પર નીકળેલા ઉદ્યોગ સાહસિકોના કિસ્સા આ પુસ્તકમાં ટાંક્યા છે. એ ઉમ્મીદ સાથે કે, આ પરિશ્રમી લોકોના સાચા કિસ્સાઓમાંથી તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ અને જીવનની નવી દિશા મળી જાય.
કલમના કારીગર તમારા પૉઝિટિવ પાજી
કુલદીપસિંઘ કલેર
Reviews
There are no reviews yet.