બુદ્ધિમાન અને આરોગ્યવાન સંતાન જન્મે એ માટેની શીખ આપતું અદ્ભુત પુસ્તક ( Garbha Sanskar Gujarati)
સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન જન્મે એ માટે માતાનું સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે.
પોતાનાં સંતાનો જન્મથી જ બુદ્ધિમાન આરોગ્યવાન હોય એવું જો આજનાં યુગલો ઇચ્છતાં હોય તો આ પુસ્તક તેમણે ફરજિયાતપણે વાંચવું જ જોઈએ. બાળકના જન્મપૂર્વે અને જન્મ પછી કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એની સરળ ભાષામાં, સવિસ્તર ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે, જે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
|| યાદ રાખો ||
ગર્ભસંસ્કાર ગુજરાતી પુસ્તક આપણા શાસ્ત્રોએ સૂચવેલા સોળ સંસ્કારોમાંના એક છે, જન્મ લેતા નવજાત જીવને જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન, તેજસ્વી અને સુંદર જીવનની ભેટ આપવા તમારી પાસે આથી મોટો સંસ્કારવારસો બીજો કયો હોય?!
આ ગુજરાતી પુસ્તક દરેક મહિલા કે જે પ્રેગ્નેટ છે તેમણે અચૂક વાંચવું જોઈએ આ પુસ્તકમાં આપેલ વાતોને માનવામાં આવે તો એક તંદુરસ્ત બાળક ને જન્મ આપવો સરળ છે.
ડૉ. સૌ. ગૌરી બોરકર નો આભાર સહ :
પ્રસ્તુત ( Garbha Sanskar Gujarati Book ) પુસ્તકના લખાણમાં અનેક લોકોનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ સાંપડ્યો છે. સૌપ્રથમ જેમના લીધે હું આયુર્વેદની પરમ ભક્ત અને અભ્યાસુ બની, એવા મારા દાદા—કૈ. વૈદ્યરાજ વિષ્ણુ બળવંત કાકડે(નંદુરબાર)ના આશીર્વાદ હંમેશાં મારી સાથે છે. મારા ગુરુ ડૉ. સમીર જમદગ્ની(પુણે)એ મારા પર સદાય ‘આયુર્વેદ સંસ્કાર’ કર્યા છે. હું તેમની ઋણી છું.
પ્રસ્તુત પુસ્તકનો યોગવિષયક ભાગ મારા પતિ ડૉ. આશિષ બોરકરે લખ્યો છે. હું તેમની પણ આભારી છું. અહમદનગરના દૈનિક સાર્વમત, દૈનિક સમાચાર, દૈનિક લોકસત્તા તેમજ નાસિકના દૈનિક દેશદૂતે મારા ‘ગર્ભસંસ્કાર’ વિષયક લેખો હંમેશાં પ્રકાશિત કર્યા તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર.
અહમદનગર, પુણે, નાસિક, જલગાવ, ધૂળે, ઔરંગાબાદ, શ્રીરામપુર અને મુંબઈના અનેક વૈદકીય તજજ્ઞોએ ‘ગર્ભસંસ્કાર વર્ગ’ના આયોજનમાં મને વખતોવખત મદદ કરી છે, તેથી હું તેમની પણ આભારી છું.
મારી સખી અને અહમદનગરની પ્રસિદ્ધ નૃત્યાંગના કુ. પ્રજ્ઞા કાળેએ કરેલા યોગાસન ‘છાયાચિત્ર’ના માધ્યમથી આપની સમક્ષ મૂકી શકાયા એ બદલ તેમનો પણ આભાર માનું છું.
– ડૉ. સૌ. ગૌરી બોરકર
Reviews
There are no reviews yet.