Balko Mate buddha dhamma

80.00

  • Paperback
  • Edition : 1
  • Page: 64
  • Writer : dhanraj Dahat

10 in stock

-+

Description

મહારાષ્ટ્રની નાગપુર યુનિવર્સિટીના ‘આંબેડકર થોટ્સ’ વિભાગના ડૉ. ધનરાજ ડાહાટ એક બહુશ્રૃત વિદ્વાન છે. તેમણે બૌદ્ધ આંબેડકર ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ લખે છે . હું જ્યાં પણ જતો ત્યાં, ‘બાળકોના સંસ્કાર માટે તમારી પાસે શું સાહિત્ય છે?’ એવા અનેક પ્રશ્નો મને પૂછવામાં આવતા ત્યારે હું તેમને આશ્વાસન આપતો કે, ‘આ વિષયમાં હું ચોક્કસ પ્રયત્ન કરીશ.’

પરંતુ, ખરેખર મને પોતાને જ આ બાબતમાં સંતોષ થતો ન હતો. આમ, અનેક લોકોએ બૌદ્ધ સંસ્કાર માટેના બાળસાહિત્યની બાબતમાં ચિંતા વ્યક્ત કરી હતી. બાળકોમાં બૌદ્ધ સંસ્કાર સીંચવાના કાર્યક્રમનો અમલ કેવી રીતે કરી શકાય? એ મોટો પ્રશ્ન હતો. તેને દૂર કરવા શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ મેં આ પુસ્તકના રૂપમાં આપવાનો પ્રયત્ન કર્યો છે.

બાળકો ( બાળકો માટે બુદ્ધ ધમ્મ ) માં બૌદ્ધ સંસ્કારોનું શીલના માર્ગે નૈતિક આચરણ કરવામાં આ Balko Mate buddha dhamma પુસ્તક ઉપયોગી બનશે. આવા આદર્શોની પ્રેરણા આ પુસ્તકના માધ્યમથી મળે એટલા માટે મારો આ પ્રયત્ન છે. આ પુસ્તકની ભાષા સરળ ને સીધી-સાદી બની રહે તેવો પ્રયત્ન કર્યો છે.

ઇતિહાસ, તત્ત્વજ્ઞાનનો પરિચય સીધાસાદા શબ્દોમાં બાળકોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકની રચના કરી છે. બાળકોમાં તે વાંચવાની જિજ્ઞાસા ઊપજે એટલા માટે કે ચિત્રો દ્વારા તે વધુ સ્પષ્ટ બને તે માટે નોયે પ્રયત્ન કર્યો છે. વળી, આ સંસ્કારઘડતરમાં ઉપયોગી પુસ્તકને સાદી સરળ ભાષામાં જાણીતા પત્રકાર-લેખક અને ગુજરાત સરકારના ડૉ. આંબેડકર ઍવૉર્ડ વિજેતા શ્રી મૂળજીભાઈ ખુમાણે સુંદર ભાષાંતર કરી પુસ્તકને સુંદર ઓપ આપ્યો છે.

આ ( Balko Mate buddha dhamma ) ગુજરાતી પુસ્તક બાળકોમાં બૌદ્ધ સંસ્કારોનું સિંચન અને આચરણ માટે ઉપયોગી બને એ માટેનો મારો પ્રયત્ન છે. શિબિરોમાં પણ માર્ગદર્શિકાના રૂપમાં ઉપયોગી થશે.

You may also like…