-5%

Babasahebna Bhashano Gujarati book

Original price was: ₹790.00.Current price is: ₹750.00.

  • Part : 1 to 5 ( Books)
  • Navbharat Sahitya Mandir

1 in stock

Description

બાબાસાહેબ ભાષણો ગુજરાતી બુક ( Babasahebna Bhashano Gujarati book ) માં વૈચારિક પરિવર્તન થકી સામાજિક ક્રાંતિ આણવાના પ્રયત્નમાં નિષ્ઠા ધરાવનારા અખબારનવીસોમાંના મૂળજીભાઈ ખુમાણ એક છે. દલિત સાહિત્ય, દલિત કાંતિ તેમના ખેડાણની મુખ્ય દિશા છે. ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રમાણભૂત ગણાતા જીવનચસ્ત્રિ ‘ગુજરતા આંબેડકરી સાહિત્ય’માં તેમનું નોંધપાત્ર પ્રદાન છે.

પદ્મભૂષણ ડો. ધનંજય કીર લિખિત ‘આંબેડકર : જીવન અને કાર્ય તેમણે દેવેન્દ્ર કણિકના સહયોગ સાથે ગુજરાતીમાં આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં આંબેડકર જીવન વિશેના આટલા દળદાર ને પ્રમાણભૂત સૌ પ્રથમ ગ્રંથ માટેનું શ્રેય તેમના ફાળે જાય.

દલિત સાહિત્યમાં દલિત લેખક પ્રો.પ્ર.ઈ. સોનકાંબળેની આત્મકથા “સ્મૃતિની પાંખે’, ડો. શરણકુમાર લિંબાની આત્મકથા ‘અક્કરમાશી’, ડો. આંબેડકરના ગ્રંથો ‘શૂદ્રોની ખોજ’, ‘અસ્પૃશ્યો કોણ અને કેવી રીતે ?’ ‘અસ્પૃશ્યો અને ભારતીય સંવિધાન’ પર તેમજ બાબાસાહેબના અન્ય સાહિત્ય પર તેમણે કાર્ય કર્યું છે. વિધાર્થી અવસ્થામાં સહકારી વિધામંદિર હાઈસ્કૂલના સામયિક ‘ચેતન’ના સંપાદનથી આરંભ કરી જીવરાજભાઈ ચારણિયાના ‘જય હસ્તિન’, મુંબઈનાં દૈનિકો ‘જનશક્તિ’,

‘જન્મભૂમિ’, ‘શનિ’ ના ‘ચેતમછંદર’, ‘સજની’માં અખબારી સફર ખેડ્યા બાદ અમદાવાદમાં’સાધના’માં થોડો સમય ગાળી ‘લોકસત્તા-જનસત્તા’માં તેઓ સ્થિર થયા.Babasahebna Bhashano Gujarati book માંદલિત સાહિત્યના એક ખેડૂત તરીકે અથવા તો પત્રકાર તરીકે તેમણે પોતાના વ્યવસાયને માત્ર કલમજીવી રહેવા દીધો નથી. બંને ક્ષેત્રોમાં તેઓ ચળવળિયા’ કર્મશીલ બની રહ્યા છે. દલિતોત્થાનની ચિંતનસભાઓમાં, દલિત સંગઠનોમાં તેઓ સક્રિય છે, તો પત્રકારોના સંગઠનમાં પણ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.

બાબાસાહેબ ભાષણો ગુજરાતી બુક ( Babasahebna Bhashano Gujarati book )ના સંપાદક સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈ જન્મશતાબ્દી સમિતિ તરફથી છેલભાઈ વિશેષ પુરસ્કાર ગુજરાત સાહિત્ય સંગમ તરફથી ‘મહાત્મા ફૂલે એવૉડી સૌરાષ્ટ્ર પરિવાર તરફથી તેમજ ઑલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા એસસી / એસટી એમ્પ્લોઈઝ ફેડરેશન (ગુજરાત) તરફથી પણ ર્ડા. આંબેડકર શતાબ્દી વર્ષમાં તેમને ‘વિશિષ્ટ સેવા એવૉર્ડ’ એનાયત કરાયો હતો.

તો વળી, મુંબઈમાં પ્રગટ મહારાષ્ટ્ર ફેલોશિપ સન્માન અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત અમદાવાદની શ્રી સરસ્વતી વરિષ્ઠ નાગરિક નવચેતના કેન્દ્ર, તેમજ નાંદેડ (મહારાષ્ટ્ર)ના સત્યશોધક વિચાર મંચ દ્વારા સાહિત્યની વિશિષ્ટ સેવા કરવા માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. છેવાડાના જણની સાથે રહેવા એક્સપ્રેસ જૂથના પરંપરા લોકસત્તા-જનસત્તાની ભાવના સાકાર કરવાની શુભેચ્છા આવા સાથીને આજે આપું છું.

Additional information

Weight 1.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Babasahebna Bhashano Gujarati book”

Your email address will not be published. Required fields are marked *

You may also like…