-16%

Baharvatiya Kathao : Zhaverchand Meghani

Original price was: ₹320.00.Current price is: ₹270.00.

  • Page :
  • ISBN : 9789388197137
  • Author : Zaverchand Meghani

3 in stock

Category:

Description

સોરઠી બહારવિટયા ગુજરાતી પુસ્તક ( Baharvatiya Kathao : Zhaverchand Meghani Gujarati Book ) માં તમામ બહારવટિયાની—અને એ પણ તેઓની કાળી- ઊજળી બંને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના—પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથેસાથે નિંદ્ય ચારિત્ર્યદોષોની પણ – રજૂઆત કરવાનો આશય છે.

ભવિષ્યના કોઈ ઇતિહાસકારને માટે આ એક માર્ગદર્શન રચાય છે. રાજસત્તાઓનાં દફ્તરોમાં ફક્ત એકપક્ષી ને તે પણ નજીવો જ ઇતિહાસ છે, લોકકંઠની પરંપરામાં બહુરંગી ને છલોછલ ઇતિહાસ છે. પ્રજા માર ખાતી, લૂંટાતી, પીડાતી, છતાં લૂંટારાઓની જવાંમર્દી ન વીસરતી. એ હત્યારાઓની નેકી પર આફરીન હતી. બહારવટિયાની કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાએ એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી.

આ કંઠસ્થ હકીકતોની ભલે ઐતિહાસિકતા ઓછી રહી, લોકોની કલ્પના કદાચ હોય; તો એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી.

સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે? યુરોપી સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક વૉલ્ટર સ્કોટ એ વાત બોલશે. ગોવર્ધનરામભાઈનું ‘સરસ્વતીચંદ્ર’ બોલી રહ્યું છે. આપણા આધુનિક નવલ સાહિત્ય અને નાટ્ય સાહિત્યમાં પણ ‘બહારવટિયા’નું તત્ત્વ ગૂંથાતું થયું છે. તેવે સમયે બહારવટિયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ નેકી અને નેકટેકના જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવ સર્જનો વધુ સ્વાભાવિક તેમ જ ઓછાં નાટકીય બને એ ઉદેશની સફળતા માટે પણ જૂનાં વૃત્તતિો સંઘરવાનો ઉપયોગ છે

Additional information

Weight 0.450 kg
Dimensions 15 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Baharvatiya Kathao : Zhaverchand Meghani”

Your email address will not be published. Required fields are marked *

You may also like…