-10%

Babasahebni Bavish Pratigyao

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

  • Page : 194
  • ISBN : 9789393223821
  • Navbharat Sahitya Mandir

10 in stock

Description

Babasahebni Bavish Pratigyao ભારતીય સમાજમાં સમાનતા, બંધારણીય મૂલ્યો અને માનવાધિકારોના પ્રસારનું એક શક્તિશાળી સાધન છે. આ પ્રતિજ્ઞાઓ દલિતો અને અન્ય પછાત વર્ગોના લોકો માટે આત્મ-સમ્માન, સ્વાભિમાન અને સમાજમાં સમાનતા પ્રાપ્ત કરવાની દિશામાં એક માર્ગદર્શક છે.

આ પ્રતિજ્ઞાઓમાં જાતિવાદ, અંધશ્રદ્ધા અને સામાજિક અસમાનતાઓ સામે લડવાનું સંકલ્પ સમાવિષ્ટ છે. આંબેડકરે તેમના અનુયાયીઓને હિંદુ દેવી-દેવતાઓ, બ્રાહ્મણવાદ અને હિંદુ ધર્મની અંધશ્રદ્ધાઓથી મુક્ત થવા માટે કહ્યું હતું. તેમણે શિક્ષણ, સમાનતા અને બંધુત્વ તરફ વળવા માટે પ્રેરિત કર્યા હતા.

આ Babasahebni Bavish Pratigyao આજે પણ અત્યંત પ્રાસંગિક છે અને સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. તે લોકોને સમાનતા અને ન્યાયની દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપે છે. ડૉ. આંબેડકરની આ પ્રતિજ્ઞાઓ ભારતીય સમાજને એક નવી દિશા અને નવી આશા આપે છે.

અંતે, “બાવીસ પ્રતિજ્ઞાઓ” નો અભ્યાસ અને અમલ દરેક ભારતીયને સમાજમાં સક્રિય ભાગીદાર બનવા અને સમાનતા અને ન્યાયની ખોજમાં સહયોગ આપવાની પ્રેરણા આપે છે.

આજ સુધીના આંબેડકરી સાહિત્યમાં બાવીસ પ્રતિજ્ઞાઓ પર સ્વતંત્ર લેખન થયું નથી. ધાર્મિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી આ બાવીસ પ્રતિજ્ઞાઓનો કેવળ ઔપચારિકતાવશ ઉલ્લેખ કરવામાં આવે છે.

કેટલાક લેખકોએ બાવીસ પ્રતિજ્ઞાઓ પર ભિન્ન ભિન્ન રૂપે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમના મત મુજબ આ પ્રતિજ્ઞાઓ કેવળ સીમિત સ્વરૂપની છે. તો કેટલાક મતાનુસાર ધમ્મ દીક્ષા આપતી વખતે ‘ધી બુદ્ધ ઍન્ડ હીઝ ધમ્મા’ એ ગ્રંથનું પ્રકાશન થયું ના હોવાના કારણે બાબાસાહેબને બાવીસ પ્રતિજ્ઞાઓનો આધાર લેવો પડ્યો હતો.

અત્યાર સુધી તો ધમ્મ દીક્ષા આપતી વખતે ત્રિશરણ અને પંચશીલ આપીને પારંપરિક પદ્ધતિથી ભિખૂના હાથે ઉપાસકોને બૌદ્ધ ધમ્મ દીક્ષા આપવામાં આવતી હતી. પરંતુ બાબાસાહેબે આ પરંપરાગત પદ્ધતિમાં પરિવર્તન કર્યું અને એક ઉપાસકને બીજા ઉપાસકોને ધમ્મ દીક્ષા આપવાનો અધિકાર આપ્યો. ખુદ બાબાસાહેબે પોતે જ પોતાના પાંચ લાખ અનુયાયીઓને બૌદ્ધ ધમ્મની દીક્ષા આપીને તે વિચારને કાર્યાન્વિત કર્યો. તેવી જ રીતે પરંપરાગત પદ્ધતિની ધમ્મ- દીક્ષા વિધિમાં બાવીસ પ્રતિજ્ઞાઓનો સમાવેશ કરીને એક ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. ‘ત્રિશરણ’ અને ‘પંચશીલ’ ગ્રહણ કર્યા વિના વિશ્વસ્તર પર ‘બૌદ્ધ’ થયાની માન્યતા પ્રાપ્ત થતી નથી. ધર્માંતરિત બાંધવોને ‘બૌદ્ધ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરવા માટે ત્રિશરણ અને પંચશીલને બાબાસાહેબે અનુમતી આપી અને તેની સાથે સાથે ‘બાવીસ પ્રતિજ્ઞાઓ આપ્યા વિના તે સંપૂર્ણ રૂપથી બૌદ્ધ બની શકે નહીં’ એ વિચારને તેની સાથે જોડી દીધો. આ બાવીસ પ્રતિજ્ઞાઓ એ બુદ્ધના માર્ગે નૈતિક રીતે ચાલવાની વાત છે જેનું સુંદર ગુજરાતીમાં ભાષાંતર જાણીતા પત્રકાર-લેખક અને ગુજરાત સરકારના ડૉ. આંબેડકર ઍવૉર્ડ વિજેતા શ્રી મૂળજીભાઈ ખુમાણે સુંદર ભાષામાં કર્યું છે. જેને બૌદ્ધ જનતા વધાવી લેશે એવી આશા રાખું છું…

– ડૉ. ધનરાજ ડાહાટ

Additional information

Weight 0.350 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Babasahebni Bavish Pratigyao”

Your email address will not be published. Required fields are marked *

You may also like…