Rise fall Hindu Women (Gujarati) હિન્દુ નારી પતન અને ઉત્થાન
Original price was: ₹100.00.₹90.00Current price is: ₹90.00.
- Page : 96
- Rajgruh Publication
48 in stock
Description
આજથી ૭૦ વર્ષ પેહલા, તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૦૫૧ ના રોજ બાબાસાહેબ ડો. આંબેડકર ( Rise fall Hindu Women Gujarati : Hindu Nari Patan Ane Utthan ) સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકેના પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું, અને આ રાજીનામું આપવાનું કારણ હતું, ભારત દેશની સ્ત્રીઓને વિશેષાધિકારોથી સુસજ્જિત એવા હિન્દુ કોડ બિલ’નું પાસ ન થવું હતું. આ હિન્દુ કોડ બિલમાં મુખ્યત્વે ચાર બાબતો પર સુધાર માટે ભલામણ કરવામાં આવી હતી જેના ચકી મહિલાઓને વિશેષ સંવિધાનિક અધિકારો મળવા પાત્ર હતા.
સૌપ્રથમ સુધાર વિવાહ અને બાળક દત્તક લેવા સંબંધિત હતો. પહેલાના સમયના લગ્ન અને બાળક દત્તક લેવાનું ફક્ત જાતિમાં અંદરોઅંદર જ શક્ય હતું. અને આનું કારણ હતું. હિન્દુ સમાજ અને કાનૂનનું જાતિ પર આધારિત હોવું. પરંતુ, હિન્દુ કોડ બિલ અનુસાર સ્ત્રીઓને પોતાની જાતિના વાડાની બહાર લગ્ન કરવાની તેમજ બાળક દત્તક લેવાનો અધિકાર મળ્યો હતો, જે હિન્દુ સમાજની જાતિવાદની જળોને ખોખલી કરી શકે એમ હતું.
બીજો સુધાર પત્નીત્વ સંબંધિત હતો. પહેલાના સમયમાં હિન્દુ સમાજના પુરુષો એક કરતા વધારે પત્ની રાખી શકતા હતા. પરંતુ હિન્દુ કોડ બિલ ચકી બહુ પનીત્વની આ પ્રથા પર રોક મુકવામાં આવી હતી. નવા નિયમ પ્રમાણે હિન્દુ ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે.
ત્રીજો સુધાર છૂટાછેડા સંબંધિત હતો. હિન્દુ શાસ્ત્રો મુજબ લગ્નને એક તૂટી ન શકાય તેવો સંબંધ માનવામાં આવ્યો છે, જેમાં મને-કમને પણ સ્ત્રીને આજીવન પતિ સાથે રહેવું પડતું હતું. પતિ જો ઈચ્છે તો પત્નીને દૂર કરી શકતો હતો. પરંતુ હિન્દુ કોડ બિલ થકી સ્ત્રીઓને પણ જરૂર જણાય તો પતિથી અલગ થવાનો કે ડાઇવોર્સ લેવાનો અધિકારની ભલામણ કરવામાં આવી હતી. ચોથો સુધાર સંપત્તિના અધિકાર સંબંધિત હતો.
પહેલા પિતાની સંપત્તિમાં ફક્ત પુત્રનો જ અધિકાર હતો. લગ્ન સમયે તેઓને જે ઘરેણાં કે ભેંટ મળતી એ જ તેમની સંપત્તિ ગણાતી હતી, પરંતુ આ બિલ થકી પુત્રીઓને પણ પિતાની સંપત્તિમાં સમાન ભાગનો અધિકાર આપવાની ભલામણ હતી. આમ આ બિલ સંપૂર્ણ રીતે હિન્દુ ધર્મની જૂની પુરાણી નીતિઓ અને પ્રથાઓ પર વાર કરીને સ્ત્રીઓને વિશેષ અધિકારોથી સુસજ્જિત કરતું હતું.
પરંતુ રુઢીચુસ્તોના કટ્ટર વિરોધના લીધે, તે સમયના વડાપ્રધાન નેહરુના પાણીમા બેસી જવાથી ૨૭ સપ્ટેમ્બર, ૧૯૫૧ ના રોજ કાયદામંત્રી તરીકે ડો. આંબેડકરે રાજીનામું આપી દિધેલુ. તે સમયના રાષ્ટ્રપતિ કો. રાજેન્દ્ર પ્રસાદે તો ત્યાં સુધી ઈ ગયું તો હું તેની પર સહી નહીં કરું.” કહી દીધું હતું કે, “આ બીલ પાસ પણ થઈ ગયું ડો.
બાબાસાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલ ( હિન્દુ નારી પતન અને ઉત્થાન ગુજરાતી પુસ્તક ) નાં માધ્યમથી હિન્દુ ધર્મની રુઢિવાદી પરંપરાને ધ્વસ્ત કરીને ક્રાંતિકારી પરીવર્તન કરવા ઈચ્છતા હતાં. તેઓ માત્ર ‘સ્ત્રી કેળવણી’ જેવાં રૂપાળા શબ્દો પ્રયોજીને છટકી જવા નહોતા માંગતા. તેઓ હિન્દુ ધર્મમાં રૂઢ થઈ ગયેલા રીવાજોને લીધે ગુલામ બનેલી હિન્દુ સ્ત્રીઓને આઝાદી આપવા માગતાં હતાં.
ડો. આંબેડકરનું માનવું હતું કે, “સાચા અર્થમાં પ્રજાતંત્ર ત્યારે જ આવશે, જયારે સ્ત્રીઓને તેમના પિતાની સંપત્તિમાં બરાબરનો ભાગ મળશે. તેઓને પુરુષ સમાન અધિકાર મળશે. સ્ત્રીઓની ઉન્નતિ ત્યારે જ થશે, જયારે તેઓને પરિવાર-સમાજમાં બરાબરીનો દરજ્જો મળશે. શિક્ષા અને આર્થિક ઉન્નતિ તેઓને આ કામમાં મદદ કરશે.” બાબાસાહેબના રાજીનામાં બાદ વર્ષ ૧૯૫૫-૫૬ માં હિન્દુ કોડ બિલને ચાર ભાગોમાં વહેંચીને સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું, જેનો શ્રેય બાબાસાહેબને જ જાય છે.
હિન્દૂ વિવાહ અધિનિયમ
હિન્દૂ તલાક અધિનિયમ
હિન્દૂ ઉત્તરાધિકાર અધિનિયમ
હિન્દૂ દત્તકગ્રહણ અધિનિયમ
આમ, ભારતમાં તથાગત બુદ્ધના સમયથી શરુ થયેલ સ્ત્રી સશક્તિકરણની સમાનતાની ચિંગારીને કબીર, રવિદાસ, પેરિયાર, નારાયણ ગુરુ, ગાડગે બાબા, જ્યોતિબા ફૂલે, સાવિત્રીમાઇ ફૂલે, ફાતિમા શેખ, શાહુજી મહારાજ જેવા નાયકોએ આગળ ધપાવી અને ડો. આંબેડકર સંવિધાનિક રીતે મજબૂત બનાવી. આમ બાબાસાહેબ ડો. આંબેડકર સાચા અર્થમાં મહિલા અધિકારના ચેમ્પિયન હતા, છે અને રહેશે..
You may also like…
-
- -17%
- Dr Babasaheb Ambedkar, Gujarati Books
Poona Karar Gujarati Book
- Original price was: ₹300.00.₹250.00Current price is: ₹250.00.
- Add to cart
-
- -5%
- Dr Babasaheb Ambedkar, Gujarati Books, Navbharat Sahitya Mandir
Babasahebna Bhashano Gujarati book
- Original price was: ₹790.00.₹750.00Current price is: ₹750.00.
- Add to cart
-
- -23%
- Gujarati Books, Dr Babasaheb Ambedkar
Ambedakari Attarna Pumada
- Original price was: ₹130.00.₹100.00Current price is: ₹100.00.
- Add to cart
Reviews
There are no reviews yet.